પત્રકાર એકતા સંગાથ દ્વારા વ્યારા ખાતે યોજાયો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
તાપી જિલ્લાના પત્રકારો ની મીટીંગ વ્યારા ના સર્કિટ હાઉસ ખાતે યોજા ય
ગજરાત પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને..પ્રદેશ સમિતિના મહા મંત્રી શ્રી..આર.બી.રાઠોડ ની હાજરી..ઉપપ્રમુખ શ્રી..ગીર વાન સિહ સરવૈયા તેમજ ભાવનગર જિલ્લા પ્રમુખ વિષ્ણુ ભાઈ યાદવ તેમજ આઇ.ટી.સેલના નરેશભાઈ ડાખરા ની ઉપસ્થિતિ મા જિલ્લા ના પત્રકારો નું સ્નેહ મિલન વ્યારા ના સર્કિટ હાઉસ ખાતે..તાં ૧૯/૧૨/૨૦ ને શનિવારે સવારે ૧૦/૦૦ કલાકે યોજાઈ ગયું….
કાર્યક્રમ ને સફળ બનાવવા ઝોન પ્રભારી શ્રી ભદોરિયા તેમજ હરજીભાઈ બારૈયા અને જિલ્લા સંગઠન ના પ્રમુખ સહિત ના હોદ્દેદારો એ જહેમત ઉઠાવી હતી..
સ્વાગત પ્રવચન..પ્રાસંગિક પ્રવચનો અને નૂતન વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી હતી..કાર્યક્રમ મા ખાસ સુરત,ડાંગ,તાપી સહિત જિલ્લાઓ ના હોદ્દેદારો ખાસ હાજર રહી..સ્નેહ મિલન મા ભાગ લીધો હતો…
સંગઠન અંગેના નાના મોટા પ્રશ્નો ની ચર્ચા..જરૂરી સૂચનો..જરૂરી ફેરફારો કરવા ચર્ચા કરવામાં આવ્યા હતા..એક બીજાના દોષ જોવાના બદલે માત્ર પરિવાર ભાવે..એક બીજાના સહયોગી બનવા માર્ગદર્શન કરવામાં આવ્યું હતુ…
ખાસ તો સંગઠન ની રચના નો પ્રારંભ તાપી જિલ્લા એ વ્યારા થી કર્યો છે..અને દરેક મહિને માસિક મીટીંગ આ એક માત્ર તાપી જિલ્લામાં યોજાય છે..જે સરાહનીય તેમજ અભિનંદન ને પાત્ર છે…
કાર્યક્રમ મા નવસારી ના સહ પ્રભારી આરિફભાઈ શેખ..નવસારી જિલ્લા પ્રમુખ શ્રી દિપકભાઈ પરમાર.. ટ્રાયબલ સમાચાર અને સંસ્થાઓ ના આગેવાનો..ભાવનગર જિલ્લા સંગઠન ના મહામંત્રી શ્રી જલદીપ ભાઈ ભટ્ટ..હેતલ શાહ..સહિત બહોળી સંખ્યામાં પત્રકારો ની હાજરી રહી હતી…
પત્રકારો ની સમસ્યાઓ જાણી તેના યોગ્ય ઉત્તર અને ઉકેલ માટે માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપવામાં આવ્યું હતું…સુરત થી હરજીભાઈ બારૈયા.. રીટા સિંઘ.મોહસીન..વિડિયો શૂટિંગ તેમજ ફોટો ગ્રાફર તરીકે જનક દલાલ ફરજ બજાવતા હતા..
કાર્યક્રમ નું સંચાલન બિંદેશ્વરી શાહે..શેર શાયરી સાથે કર્યું હતું…છેલ્લે સમૂહ ભોજન કરી અન્ન ભેળાં એના મન ભેળાં..કહેવત ને સાર્થક કરી હતી…
છેલ્લે પ્રદેશ અધ્યક્ષ દ્વારા ઉપસ્થિત તમામ હોદ્દેદારો..પત્રકાર ભાઈ બહેનો ને નૂતન વર્ષ ની શુભેચ્છા પાઠવી હતી…
– લાભુભાઈ કાત્રોડીયા..